Gujarati VIDEO : રિમાન્ડ પૂર્ણ થતા નકલી PSI મયુર તડવી જેલ હવાલે, હવે સાયન્ટિફિક પુરાવાના આધારે કરાશે તપાસ

Gujarati VIDEO : રિમાન્ડ પૂર્ણ થતા નકલી PSI મયુર તડવી જેલ હવાલે, હવે સાયન્ટિફિક પુરાવાના આધારે કરાશે તપાસ

| Edited By: | Updated on: Mar 11, 2023 | 7:38 AM

રિમાન્ડ પુર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યો હતો અને સાયન્ટિફિક ટેસ્ટ માટે માગ કરી હતી.જે બાદ બોગસ PSI મયુર તડવીના LVA અને SDS ટેસ્ટ માટે કોર્ટ મંજુરી આપી.

નકલી PSI મયુર તડવીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરી દેવાયો છે.મહત્વનું છે કે રિમાન્ડ પુર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યો હતો અને સાયન્ટિફિક ટેસ્ટ માટે માગ કરી હતી.જે બાદ બોગસ PSI મયુર તડવીના LVA અને SDS ટેસ્ટ માટે કોર્ટ મંજુરી આપી હતી. હવે બોગસ ભરતી કૌભાંડની તપાસ સાયન્ટિફિક પુરાવાના આધારે તપાસ હાથ ધરાશે.

કોર્ટ મયુર તડવીના LVA અને SDS ટેસ્ટ માટે મંજુરી આપી

આપને જણાવી દઈએ કે, નકલી PSI મયુર તડવી આખરે પોલીસના જાપ્તામાં આવી ગયા બાદ મયૂર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે મયૂર તડવીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મહત્વનું છે કે ડભોડા પોલીસ મથકમાં મયુર તડવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી . ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ ઘટનામાં ગાંધીનગર એલસીબી સમગ્ર તપાસ કરી રહી છે.

ભેજાબાજ મયૂર તડવી નકલી દસ્તાવેજોનો કર્યો તોડ

ભેજાબાજ મયૂર તડવી તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. મહત્વનું છે કે ભરુચ જિલ્લાના ઉમેદવાર તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયૂર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો.