અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસએ મોડી રાતે કોમ્બિન્ગની કામગીરી ત્વક્કલનગર બીડીકામદાર વિસ્તારમાં “મસ્જિદ”માં પોલીસએ ઘુસી સર્ચ ઓપરેશન કર્યું. મરેલી જિલ્લા પોલીસ તંત્ર એક્સન મોડમાં આવી તમામ હિલચાલ ઉપર વોચ રાખી રહી છે.
જમ્મુકાશ્મીરમાં પહેલ ગામમાં હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ગેરકાયદે પાકિસ્તાની ઘૂસપેઠીયાઓ અને બાંગ્લાદેશી રોહિંગ્યાઓ ગેરકાયદેસર વસવાટ કરે છે કે કેમ તેની માટે પોલીસે અનેક વિસ્તારમાં સર્ચ ઓપરેશનની કામગીરી કરી છે. અમરેલી જિલ્લામાં મધરાત્રે SP સંજય ખરાતની સીધી સૂચના હેઠળ રાજુલા પી.આઈ. એ.ડી.ચાવડાની ટીમ સાથે મધરાતે શહેરના ત્વક્કલનગર, બીડીકામદાર વિસ્તાર, મફતપરા સહિતના વિવિધ વિસ્તારમાં વિદેશી નાગરિકગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે કે કેમ તેના માટે સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજુલા પોલીસ શહેરમાં રાતે કોમ્બિન્ગ દરમ્યાન ત્વક્કલ નગર રહેણાંક વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન લોકોના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરી, ઉપરાંત પોલીસે મસ્જિદમાં ઘુસી અંદર સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી.
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે દેશ વિદેશ અને અલગ અલગ રાજ્યભરના લોકો અવર જવર ઉધોગોના કારણે કરતા હોય છે. અનેક પરપ્રાંતી લોકો રાજુલા શહેરમાં વસવાટ કરી રહ્યા છે જેના કારણે રાજુલા પોલીસએ મોડી રાતે સર્ચ ઓપરેશન કરી કોમ્બિન્ગની કામગીરી હાથ ધરી હતી.
Published On - 3:14 pm, Sun, 27 April 25