Surat Rain : વહેલી સવારથી જ પીપલોદ, કતારગામ, રાંદેર, અડાજણ, ડભોલી સહિતના વિસ્તારમાં વરસાદ, જૂઓ Video
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સુરત જિલ્લાના વાતાવરણ માં પલટો જોવા મળ્યો છે, ગતરોજ બપોર બાદથી જ શહેરમાં વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો દરમિયાન આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. સુરતમાં આજે સવારથી જ પીપલોદ, કતારગામ, રાંદેર, વરાછા, અડાજણ, ડભોલી, રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
Surat : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, આજે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરત શહેરના પીપલોદ, કતારગામ, રાંદેર, અડાજણ, ડભોલી રિંગરોડ જેવા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સુરત જિલ્લાના વાતાવરણ માં પલટો જોવા મળ્યો છે, ગતરોજ બપોર બાદથી જ શહેરમાં વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો દરમિયાન આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. સુરતમાં આજે સવારથી જ પીપલોદ, કતારગામ, રાંદેર, વરાછા, અડાજણ, ડભોલી, રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઇને કામ ધંધે અને નોકરી જતા લોકોને રેઇન કોટ તેમજ છત્રી લઇને બહાર નીકળવાની ફરજ પડી હતી.
મહત્વનું છે કે સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા એ વિરામ લીધો હતો, પરંતુ જન્માષ્ટમીના દિવસે મેઘરાજાની સવારી સુરત આવી પહોંચી હતી, ગઇકાલથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદના કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી જેને લઇને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.
Latest Videos