ભાજપમાં હાર્દિક પટેલનું કદ વધ્યું, કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ કરશે પ્રચાર, જુઓ Video

|

Apr 21, 2023 | 4:24 PM

ચૂટણીને લઈ ભાજપ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં ગુજરાતનાં તમામ ટોચના નેતાઓને પ્રચાર માટે જવાબદારી સોપાઈ છે. હાર્દિક પટેલ પણ પ્રચાર માટે કર્ણાટક પહોચ્યા છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી આગામી 10 મે ના રોજ યોજાનાર છે. મહત્વનુ છે કે આ ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં ગુજરાતનાં પણ તમામ ટોચના નેતાઓને પ્રચાર માટે જવાબદારી સોપાઈ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિ તેજ થતાં જ ગુજરાત ભાજપના 40થી વધુ નેતાઓ કર્ણાટક પહોંચ્યા છે. આ નેતાઓને કર્ણાટકની અલગ અલગ વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલ પણ કર્ણાટક પ્રચારમાં જોડાયા છે. વિવિધ નેતાઓ સાથે હાર્દિક પટેલ પણ મેદાને ઉતાર્યા છે. 10 મે ના રોજ ચૂંટણી અને 13 મેના રોજ મત ગણતરી યોજવા જઈ રહી છે.

આ પણ વાંચો : સાબરમતી એક્સપ્રેસના S-6 ડબ્બાને આગ લગાડવાના કેસના 8 દોષિતોના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ

જીતુ વાઘાણી, પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા સહિતના નેતાઓએ પ્રચારમાં જોડાયા

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ આદિજાતિ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કર્ણાટક પહોંચ્યા છે. જ્યારે રત્નાકર, સંગઠન મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને યજ્ઞેશ દવેને પણ કર્ણાટક ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત વર્તમાન સરકારમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ પંચાલને જવાબદારી સોંપવામાં આવી છે. તો ધારાસભ્ય સંજય કોરડિયા, કૌશિક વેકરિયા અને જગદિશ મકવાણાને પણ જવાબદારી સોંપાઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Video