રાજકોટમાં સાસુજી કા ઢાબા અને યુએસ પીઝામાંથી અખાદ્ય ખોરાક મળ્યો, નાશ કરાયો, જુઓ Video
ક્રિસ્ટલ મોલમાં આવેલા બાર્બેક્યુ નેશનમાંથી 6 કિલો અખાદ્ય ખોરાક મળ્યો છે.તો પુષ્કરધામ રોડ પર રામ ઓર શ્યામ ગોલામાંથી 5 કિલો અખાદ્ય માવા-મલાઈ મળી આવ્યો છે.હાલ તો સમગ્ર મામલે મનપાની ફૂડ શાખાએ તમામ અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી ફૂડ એકમોને નોટિસ ફટકારી છે.
Rajkot : રાજકોટવાસીઓ જો તમે બહાર ખાવાના શોખીન હોવ તો ચેતી જજો.કેમ કે રાજકોટ મનપાની ફૂડ શાખાએ જાણીતા ફૂડ એકમો પર દરોડા પાડી અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડ્યો છે.ફૂડ શાખાના દરોડા દરમિયાન કિશાનપરા ચોક નજીક યુએસ પીઝામાંથી 5 લીટર વાસી સૂપ મળ્યો છે.તો સાસુજી કા ઢાબામાંથી 4 કિલો અને કુલચા ક્યુઝીનમાંથી 7 કિલો અખાદ્ય ખોરાક મળ્યો છે.
અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી ફૂડ એકમોને નોટિસ ફટકારી
આ સાથે ક્રિસ્ટલ મોલમાં આવેલા બાર્બેક્યુ નેશનમાંથી 6 કિલો અખાદ્ય ખોરાક મળ્યો છે.તો પુષ્કરધામ રોડ પર રામ ઓર શ્યામ ગોલામાંથી 5 કિલો અખાદ્ય માવા-મલાઈ મળી આવ્યો છે.હાલ તો સમગ્ર મામલે મનપાની ફૂડ શાખાએ તમામ અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી ફૂડ એકમોને નોટિસ ફટકારી છે.
