ખેરગામના આરોપી વિરુદ્ધ કાર્યવાહી અસામાજીક તત્વો માટે ચેતવણી સમાન : હર્ષ સંઘવી, જુઓ Video

આરોપી સામે સ્વયંભુ આખું ગામ રોડ પર ઉતરે, પોલીસનો આભાર માને અને કોઈ વ્યક્તિની હાય હાય થાય આવા દ્રશ્યો કદાચ પહેલી વાર જોવા મળ્યા હશે કારણ કે આવા આરોપી સમાજ માટે ક્યાંકને ક્યાંક દુષણ રૂપ છે. પ્રેમ નામના શબ્દને બદનામ કરનાર વ્યક્તિને પોલીસે બરોબર પાઠ ભણાવ્યો છે

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 09, 2023 | 5:39 PM

Surat: ગુજરાતમાં(Gujarat)દીકરીઓની જિંદગી બગાડનારાઓ હવે ચેતી જાય, નહીં ચેતો તો પોલીસ કડક રીતે કાયદાનો પાઠ ભણાવશે.અસામાજીક તત્વોને આડકતરા ઇશારા સાથે આ સ્પષ્ટ ચેતવણી આપી છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) ચેતવણી આપતા કહ્યું છે કે, પ્રેમ શબ્દને બદનામ કરનારાઓને પોલીસ કડક રીતે કાયદાનો પાઠ ભણાવશે અને માત્ર કાયદાકીય રીતે જ નહીં, સમાજમાં પણ ઉભા ન રહી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે.હર્ષ સંઘવીએ ખેરગામના આરોપીને અસામાજીક તત્વો માટે રેડ એલર્ટ ગણાવ્યું.

નવસારીના ખેરગામની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢ્યું હતું ત્યારે આ અંગે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમ નામના શબ્દને બદનામ કરનાર વ્યક્તિને પોલીસે બરોબર પાઠ ભણાવ્યો છે, કાયદાકીય પાઠ આનાથી પણ ગંભીર રૂપથી ભણાવવામાં આવશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેરગામની એ ઘટના ખુબ જ દર્દનાક છે. મારા રાજ્યની એક ભોળી ભાળી દીકરી જોડે આ પ્રકારનું ષડયંત્ર કરવામાં આવે અને એ ષડયંત્ર થકી એ દીકરીનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, એ દીકરીને પોતાના જ ઓફિસમાં કામ કરતા વ્યક્તિ જોડે કાગળ પર લગ્ન બતાવવામાં આવે જેથી એ વિધર્મી પોતાની ઓળખ છુપાવી શકે અને કોઈના ધ્યાનમાં ન આવી શકે એ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવે.

દીકરીએ સમગ્ર સાચી વાત પોલીસ સમક્ષ રજુ કરી અને બાદમાં પોલીસે આરોપીની ધરપકડ

આ ષડયંત્રની માહિતી મળતા જ દીકરીનો સંર્પક કરવામાં આવ્યો, દીકરી ફરિયાદ કરવા માટે પણ તૈયાર ન હતી, એ દીકરીને હું રૂબરૂ પણ મળ્યો છું, એ દીકરીને સમાજનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર ફરિયાદ દાખલ કરાવડાવી, સમાજની બહેનોએ સાથે મળીને દીકરીના મનમાં જે ડર હતો તે દુર કર્યો, દીકરીએ સમગ્ર સાચી વાત પોલીસ સમક્ષ રજુ કરી અને બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી.

આનાથી પણ ગંભીર રૂપથી ભણાવવામાં આવશે

આરોપી સામે સ્વયંભુ આખું ગામ રોડ પર ઉતરે, પોલીસનો આભાર માને અને કોઈ વ્યક્તિની હાય હાય થાય આવા દ્રશ્યો કદાચ પહેલી વાર જોવા મળ્યા હશે કારણ કે આવા આરોપી સમાજ માટે ક્યાંકને ક્યાંક દુષણ રૂપ છે. પ્રેમ નામના શબ્દને બદનામ કરનાર વ્યક્તિને પોલીસે બરોબર પાઠ ભણાવ્યો છે. કાયદાકીય પાઠ આનાથી પણ ગંભીર રૂપથી ભણાવવામાં આવશે.

આ પ્રકારના ગુનેગારો માટે આ એક સંદેશો છે. આ પ્રકારના ગુનેગારો માત્ર કાયદાકીય રીતે જ નહી પરંતુ સમાજમાં પણ ક્યાય ઉભા રહી ન શકે એ પ્રકારની કાર્યવાહી થશે ને થશે જ, ખેરગામની ઘટનાને એક સિગ્નલ સમજો કે આ એક સંદેશો સમજો, ભવિષ્યમાં આનાથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમાં કોઈ બેમત નથી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">