અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એસિડ એટેક, બાઇક સવારોએ મહિલાના મોઢા પર એસિડ છાંટતા મહિલા ઇજાગ્રસ્ત

|

Mar 07, 2022 | 7:40 AM

અમદાવાદમાં અગાઉ પણ એસિડ એટેકની ઘટના અનેક વાર સામે આવી છે. સરકાર દ્વારા એસિડ ખરીદી પર નિયંત્રણો લાદેલા હોવા છતા આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પ્રતિબંધ હોવા છતા આરોપીઓ આ એસિડ કેવી રીતે ખરીદે છે તે એક સવાલ છે.

અમદાવાદ (Ahmedabad) શહેરના ઘાટલોડિયા (Ghatlodiya) વિસ્તારમાં એસિડ એટેક (Acid attack) નો બનાવ સામે આવ્યોછે. બાઈક પર આવેલા શખ્સો મહિલાના મોઢા પર એસિડ છાંટીને ફરાર થઈ ગયા છે. એસિડ એટેકની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ નજીકથી એક મહિલા પસાર થઈ રહી હતી. આ દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો હતો. મહિલાના મોઢા પર એસિડ ફેંકીને શખ્સો ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં મહિલાને મોંઢા પર ગંભીર ઈજા થતાં તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હજુ સુધી મહિલા પર એસિડ એટેક કરવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવા સહિત આગળની તપાસ હાથ ધરી છે. તો એસિડ એટેક કરનાર શખ્સોને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં અગાઉ પણ એસિડ એટેકની ઘટના અનેક વાર સામે આવી છે. સરકાર દ્વારા એસિડ ખરીદી પર નિયંત્રણો લાદેલા હોવા છતા આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પ્રતિબંધ હોવા છતા આરોપીઓ આ એસિડ કેવી રીતે ખરીદે છે તે એક સવાલ છે.

આ પણ વાંચો-

PSIની લેખિત પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ, અમદાવાદના લાંભામાં પેપર ફુટ્યું હોવાનો ઉમેદવારનો દાવો

આ પણ વાંચો-

Ahmedabad: શહીદના પરિવારજનને નોકરી, પાટીદારો સામેના કેસ 23 માર્ચ સુધી નહિ ખેચાય તો ફરી આંદોલનના મંડાણ કરવા પાસની ચીમકી

Published On - 6:51 am, Mon, 7 March 22

Next Video