બનાસકાંઠાના કાંકરેજમાં થરા નેશનલ હાઇવે પર અકસ્માત, ત્રણના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:08 AM

બનાસકાંઠાના કાંકરેજમાં થરા નેશનલ હાઇવે પર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત થાય છે. મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા

Banaskanthaકાંકરેજમાં થરા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મહત્વનુ છે કે હાઇવે અકસ્માતમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા છે.

આ પણ વાંચો : જનસેવા કેન્દ્ર બહાર અરજદારો પાસેથી પૈસા પડાવતા 7 એજન્ટ સામે કાર્યવાહી- જુઓ Video

કાંકરેજ તાલુકાના થરા નેશનલ હાઇવે રોડ પર અસ્માત થતાં ટ્રાફિક જામ સર્જ્યો હતો. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિના મોત થયા હતા. પતિ પત્ની અને બાળકી નું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી છે. મૃતકોના મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થરા પોલીસ એ તપાસ હાથ ધરી છે અને જવાબદાર લોકો સામે કાર્યાવહી કરવાની તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 27, 2023 11:56 PM