સુરતમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ જેવો અકસ્માત થતા રહી ગયો, ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો કર્યો પ્રયાસ, જૂઓ Video
સુરતમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત (Accident) જેવી ઘટના બનતા રહી ગઇ છે. બે ટોળા વચ્ચેની માથાકૂટમાં ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે. સુરતના કિમ ચાર રસ્તા નજીકની આસ્થા હોસ્પિટલ પાસે બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી.
Surat : સુરતમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત (Accident) જેવી ઘટના બનતા રહી ગઇ છે. બે ટોળા વચ્ચેની માથાકૂટમાં ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.
જ્યારે ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે. સુરતના કિમ ચાર રસ્તા નજીકની આસ્થા હોસ્પિટલ પાસે બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી. જે પછી ટેમ્પો ચાલકે અદાવતમાં ટોળા પર ટેમ્પો ચઢાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જો કે કેટલાક લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. આ અકસ્માતના ભયજનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો