Video : ગુજરાત યુનિવર્સિટીએ માર્કશીટ અને ડિગ્રી સર્ટિના કરેલા ભાવવધારાનો એબીવીપીએ વિરોધ કર્યો

| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:20 PM

ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ સહિતની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં માર્કશીટ વેરિફિકેશનની રૂપિયા 50 ફીનાં હવે રૂ.404 કરાયા છે. તથા ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા છે. જેના પગલે ABVPએ ફીમાં વધારાનો વિરોધ કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ સહિતની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં માર્કશીટ વેરિફિકેશનની રૂપિયા 50 ફીનાં હવે રૂ.404 કરાયા છે. તથા ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા છે. જેના પગલે ABVPએ ફીમાં વધારાનો વિરોધ કર્યો છે. જેમાં VC અને રજિસ્ટ્રાર હાજર ન રહેતાં તાળાબંધી કરવામાં આવી હતી. જેમાં ખાનગીકરણનાં પ્રોત્સાહનને લઈને ABVPએ વિરોધ કર્યો છે.

NSUI દ્વારા ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી

એબીવીપીએ ફીમાં ઘટાડો કરવા વિદ્યાર્થી સંગઠને માગ કરી છે. જ્યારે બીજી તરફ આ જ મુદ્દે NSUI દ્વારા ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે. આ ફી વધારાને લઈને મુખ્યમંત્રીને જાહેર કરેલા વોટ્સએપ નંબર પર પણ જાણ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા , ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં રૂપિયા 500નાં રૂ.736 કરાયા છે. તથા માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂપિયા 110ના રૂ. 452 કરાયા છે.  પ્રોવિઝનલ સર્ટીફીકેટનાં રૂપિયા 200નાં 436 કરાયા છે.  જેમાં  વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારના સર્ટિફિકેટના રૂપિયા 1500નો ખર્ચ થતો જે હવે રૂપિયા 4500 થશે.

આ પણ  વાંચો : એશિયાટીક સિંહોએ બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું :પરિમલ નથવાણી