કોંગ્રેસ,AAPમાંથી રાજીનામું આપેલા ધારાસભ્યો આજે ભાજપમાં જોડાશે, બંને નેતા લડી શકે છે વિધાનસભાની પેટાચૂંટણી

|

Feb 03, 2024 | 11:16 AM

ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં વિપક્ષના 4 ધારાસભ્ય રાજીનામું આપી ચુક્યા છે. ભૂપત ભાયાણીથી જ વિપક્ષ ધારાસભ્યોના રાજીનામાની શરુઆત થઇ હતી.ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ એક પછી એક આજે અને કાલે ભાજપમાં જોડાવાના છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ પોતાની રણનીતિ પણ ઘડી રહી છે, ત્યારે આજથી 2 દિવસ સુધી ભાજપનું ભરતી અભિયાન શરુ થઇ રહ્યુ છે. કોંગ્રેસ તથા AAPમાંથી રાજીનામુ આપેલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે. AAPના પૂર્વ MLA ભૂપત ભાયાણી તેમના મતવિસ્તારમાં જ ભાજપમાં જોડાશે.તો કોંગ્રેસના ખંભાતના પૂર્વ MLA ચિરાગ પટેલ આવતીકાલે ભાજપમાં જોડાશે.

ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં વિપક્ષના 4 ધારાસભ્ય રાજીનામું આપી ચુક્યા છે. ભૂપત ભાયાણીથી જ વિપક્ષ ધારાસભ્યોના રાજીનામાની શરુઆત થઇ હતી.ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ એક પછી એક આજે અને કાલે ભાજપમાં જોડાવાના છે.ભૂપત ભાયાણી પોતાના જ મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભાજપમાં જોડાવાના છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના હોદ્દેદારોને હાજરીમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે.

આ પણ વાંચો- નર્મદા : વનકર્મીને ધમકાવવાના મામલામાં તમામ આરોપીનો જેલવાસ પૂર્ણ થયો, જુઓ વીડિયો

કોંગ્રેસના ખંભાતના પૂર્વ MLA ચિરાગ પટેલ આવતીકાલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવાના છે.તેઓ પણ પોતાના જ મતવિસ્તારમાંથી શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભાજપમાં સામેલ થવાના છે. શક્તિ પ્રદર્શનનું કારણ એ હોય છે કે આગામી જે વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે, તેમાં તે ઉમેદવાર તરીકે ઊભા રહેશે.આ સાથે જ સ્પષ્ટ થઇ ગયુ છે કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાંથી જ ઉમેદવારી કરવાના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:16 am, Sat, 3 February 24

Next Video