હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકાય છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તાપી, નવસારી, ડાંગ, ભાવનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ તરફ અમરેલી,ભાવનગર,અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આજે ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 23 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછુ પાણી સંગ્રહ થયું છે.