ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના નારોલ ખાતે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. નારોલ બ્રિજ પાસે આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કોટન યુનિટમાં આગનો બનાવ બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. હાલમાં આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ કામગીરી હાથ ધરી છે. અસલાલી, જમાલપુર, મણીનગર ફાયર સ્ટેશન સહિત 14 વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટનામાં કંપનીમાં બેડશીટ્સ બનાવવામાં આવતા 15 લાખ મીટર મટીરીયલ ફેબ્રિક્સ બળીને ખાખ થયું.
બીજી તરફ આ અગાઉ રાજકોટમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવા છતા આગ પર કાબૂ ના મેળવતા રાજકોટ, જામનગર, મોરબીની ફાયર વિભાગની ટીમોને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી હતી. સહારા યુનાઈટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી. કારખાનામાં આગ લાગતા મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થયો હતો.
Published On - 12:19 pm, Sun, 24 November 24