સ્ટેટ હાઈવે પર વિકરાળ આગથી ટ્રાફિક ખોરવાયો – જુઓ Video

સ્ટેટ હાઈવે પર વિકરાળ આગથી ટ્રાફિક ખોરવાયો – જુઓ Video

| Edited By: | Updated on: May 14, 2025 | 7:14 PM

અમરેલી જિલ્લાના લાઠીના જાનબાઈ દેરડી નજીક એક સિમેન્ટ ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

અમરેલી જિલ્લાના લાઠીના જાનબાઈ દેરડી નજીક એક સિમેન્ટ ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ટ્રક ઢસા તરફથી આવી રહ્યો હતો ત્યારે એન્જિનમાંથી ધુમાડો નીકળતા થોડા જ સમયમાં આખા ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.

આ ઘટનાને પગલે લોકોમાં ભય જોવા મળ્યો હતો અને આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, થોડા જ સમયમાં સમગ્ર ટ્રક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. દુર્ભાગ્યે ફાયર બ્રિગેડનો સ્ટાફ સમયસર પહોંચી શક્યો નહોતો, જેના કારણે ટ્રક સંપૂર્ણપણે આગમાં ખાખ થઈ ગયો હતો.

આ ઘટનાને કારણે સ્ટેટ હાઇવે પર એક તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જણાવી દઈએ કે, આ આગ કેમ લાગી હતી તેનું કારણ હજુ અકબંધ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો