અમદાવાદમાં વટવા સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગી ‘ભીષણ આગ’, બે દાઝ્યા, વાહનવ્યવહાર બંધ કરાવ્યો જુઓ Video

અમદાવાદમાં વટવા સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગી ‘ભીષણ આગ’, બે દાઝ્યા, વાહનવ્યવહાર બંધ કરાવ્યો જુઓ Video

| Edited By: | Updated on: May 02, 2025 | 5:47 PM

અમદાવાદમાં જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં સામાન્ય જનતાની અવર જવર રોકી દેવામાં આવી છે. આ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે ફેક્ટરીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

અમદાવાદના વટવા ફેઝ-4 વિસ્તારમાં આવેલા જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં ભારે આગ લાગવાની ઘટના બની છે. આ ફેક્ટરીમાં કેમિકલ મિક્સ કરતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે ફેક્ટરીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આગની જાણ થતાં જ ફાયર વિભાગે તરત જ મેજર કોલ જાહેર કર્યો અને 19 ફાયર ફાઇટિંગ ગાડીઓ ઘટનાસ્થળે મોકલાવી હતી. ફાયર વિભાગની ટીમે આગને નિયંત્રણમાં લાવવાની તમામ કામગીરી હાથ પર ધરી છે. 40 વર્ષીય રાજેશ ભાઈ અને 55 વર્ષીય નીતિન ભાઈ આ ભીષણ લાગેલી આગનો શિકાર બન્યા છે. બંનેને ઇજા થતાં તાત્કાલિક ધોરણે એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કેમિકલ રસ્તા પર આવી જતા સાવચેતીના પગલાંરૂપે આસપાસના વિસ્તારોમાં સામાન્ય જનતાની અવર જવર પણ રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હાલ સ્થિતિ કાબૂમાં છે અને આગ કેવી રીતે લાગી તે અંગેની તપાસ પણ ચાલી રહી છે.

Input Credit: Sachin Patil

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો