Vadodara Video : પાદરામાં બે કોમ વચ્ચે થયેલી બબાલમાં 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ, જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં હાથ ધરાયું કોમ્બિગ
વડોદરાના પાદરામાં સામાન્ય બાબતે બે જૂથના યુવકો વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યુ હતુ. બે કોમ વચ્ચે થયેલ જૂથ અથડામણ અંગે ફરિયાદ નોંધાઈ હતી. પાદરા પોલીસ મથકે 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનાર 13 લોકોના ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે 13 જેટલા લોકોને રાઉન્ડપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Vadodara : વડોદરાના પાદરામાં સામાન્ય બાબતે બે જૂથના યુવકો વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યુ હતુ. બે કોમ વચ્ચે થયેલ જૂથ અથડામણ અંગે ફરિયાદ નોંધાઈ હતી. પાદરા પોલીસ મથકે 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનાર 13 લોકોના ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara Video : કરજણથી ડભોઇને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં, તાત્કાલિક રસ્તાનું સમારકામ થાય તેવી લોકોની માગ
પોલીસે 13 જેટલા લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કરતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં મોડી રાત સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે.
પાદરામાં બે જૂથ વચ્ચે બબાલ થતા મોટા પ્રમાણમાં હિન્દુ સંગઠનના લોકોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને પાદરાના ધારાસભ્ય પણ પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હિંદુ સંગઠનો વિરુદ્ધ આપત્તિ જનક શબ્દો વાપર્યા હોવાની પ્રાથમિક માહિતી છે. તો હિન્દુ સંગઠને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવાની માગ કરી છે.