ગુજરાતના સુરતમાંથી અંગદાન કરાયું હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીનું અંગદાન કર્યું હોવાનું સામે આવ્યુ છે. વિશ્વમાં પ્રથમ વાર નાની વયની દિયાના હાથ ડોનેટ કરવામાં આવ્યા હતા. હાથ, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓ સહિતના અંગોનું દાન કરવામાં આવ્યુ છે. જેથી 7 જેટલા દિવ્યાંગ લોકોને નવજીવન પ્રાપ્ત થાયુ છે. મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના હાથ ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
ધોરણ 11માં અભ્યાસ કરતી કિશોરી વર્ષ 2022માં અગાસીમાં રમતી વખતે 11000 કિલો વોટનો વાયર પકડી લીધુ હતુ. જેના કારણે બાળકીના બંન્ને હાથ દાઝી ગયા હતા. જેથી કિશોરીના જમણા હાથમાં ગેગરીન થઈ જતા હાથને ખભાથી દૂર કરાયો હતો. પરંતુ મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરતાની સાથે જ જાણે વિદ્યાર્થીનીને નવજીવન મળ્યુ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.