Dwarka Video : રૂપેણ બંદર પાસેથી ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ, સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી

|

Apr 16, 2024 | 2:56 PM

દ્વારકાના રૂપેણ બંદર પાસે દરિયા કાંઠે ફરી એક વાર ચરસ ઝડપાયું  છે.  સુરક્ષા એજન્સીએ 987 ગ્રામ ચરસ ઝડપ્યુ છે. બિનવારસી હાલતે પડેલા બોક્સમાંથી ચરસ ઝડપાયું હતું. દ્વારકાના રુપેણ બંદરના વરવાળા પાસેની હોટલ સ્કાય કમફર્ટ બીચ સામેથી ચરસ જપ્ત કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે દ્વારકાના રૂપેણ બંદર પાસે દરિયા કાંઠે ફરી એક વાર ચરસ ઝડપાયું  છે.  સુરક્ષા એજન્સીએ 987 ગ્રામ ચરસ ઝડપ્યુ છે.

રૂપેણ બંદર પાસેથી બિનવારસી હાલતે પડેલા બોક્સમાંથી ચરસ ઝડપાયું હતું. દ્વારકાના રુપેણ બંદરના વરવાળા પાસેની હોટલ સ્કાય કમફર્ટ બીચ સામેથી ચરસ જપ્ત કરવામાં આવ્યુ છે. ચરસની કિંમત અંદાજિત 44.85 લાખ રુપિયા છે.  આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આ અગાઉ પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથઈ કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. ગુજરાત ATS,NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ હતુ. જેમાં તેઓએ દરિયાઈ જળસીમામાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરિયાઈ જળસીમા માંથી 70 થી 80 પેકેટ ડ્રગ્સ પકડી પાડ્યું હતુ. બોટમાંથી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video