Video : વડોદરામાં ચાઇનીઝ દોરીથી 8 વર્ષની બાળકીનું ગળુ કપાયુ, બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ

| Edited By: | Updated on: Jan 11, 2023 | 10:35 AM

વડોદરામાં (Vadodara) ઉત્તરાયણના તહેવાર પહેલા ચાઈનીઝ દોરી યમદૂત બની છે. ત્યારે શહેરમાં યુવકના મોત બાદ ચાઇનીઝ દોરીથી વધુ એકનું ગળુ કપાયાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈને લોકોના મોત થયા છે. તંત્રે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો હોવા છતા પણ રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ યથાવત છે. તેને રોકવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. તેમ છતા પણ ચાઇનીઝ દોરીનું વેચાણ પણ થઇ રહ્યુ છે અને લોકો ખરીદી પણ રહ્યા છે. આ વાતની જાણ તેની પરથી થાય છે કે વડોદરામાં ચાઇનીઝ દોરીથી એક બાળકીનું ગળુ કપાયુ છે. ચાઇનીઝ દોરીથી ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

વડોદરામાં ઉત્તરાયણના તહેવાર પહેલા ચાઈનીઝ દોરી યમદૂત બની છે. ત્યારે શહેરમાં યુવકના મોત બાદ ચાઇનીઝ દોરીથી વધુ એકનું ગળુ કપાયાનું સામે આવ્યુ છે. વડોદરા શહેરના શિનોરના માલસર ગામે ચાઇનીઝ દોરીથી એક બાળકીનું ગળુ કપાયું છે. 8 વર્ષની બાળકીનું દોરીથી ગળુ કપાતા તે ઇજાગ્રસ્ત થઇ છે. બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અગાઉ વડોદરામાં ચાઇનીઝ દોરીથી એક યુવકનું ગળુ કપાયુ હતુ અને તેનું મોત થયુ હતુ. જે પછી એક આધેડનું પણ ચાઇનીઝ દોરીના કારણે મોત થયુ હતુ. પતંગની દોરીથી ઇજા પહોંચેલા આધેડ લોહી લુહાણ હાલતમાં દેખાયા હતા. ગળામાંથી લોહી નીકળતા રાહદારીઓ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે આધેડને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે તબીબોએ પ્રાથમિક તપાસ બાદ ઈજાગ્રસ્ત આધેડને મૃત જાહેર કર્યા હતા. આ મૃતક આધેડ રણોલીના રહેવાસી હતા. આધેડ સમા કેનાલ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા તે સમયે પતંગની દોરી યમદૂત બનીને આવી હતી. આ આધેડના મોત બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.