અમદાવાદમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ, નરોડામાં સ્થાનિકોએ રેલી કાઢીને GEB સામે નોંધાવ્યો વિરોધ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લાગતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તો નરોડામાં સ્થાનિક લોકોએ રેલી કાઢીને GEB સામે વિરોધ નોંધાવ્યો છે. રજૂઆત કરવા જતા અધિકારીઓ સ્થળ પર ન હોવાની ફરિયાદ ઉઠી છે. GEB જવાબ આપવાથી બચતું હોવાના લોકોએ આક્ષેપ લગાવ્યા છે.
અમદાવાદના નરોડા સહિતના વિસ્તારોમાં સ્માર્ટ મીટર લાગતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. નરોડામાં સ્થાનિક લોકોએ રેલી કાઢીને GEB સામે વિરોધ નોંધાવ્યો છે. સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર યથાવત રાખવા માગ કરી છે. રહીશોની જાણ વગર સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે.
રજૂઆત કરવા જતા અધિકારીઓ સ્થળ પર ન હોવાની ફરિયાદ ઉઠી છે. GEB જવાબ આપવાથી બચતું હોવાના લોકોએ આક્ષેપ લગાવ્યા છે. સાથે આ સ્માર્ટ મીટરના કારણે વધુ બીલ આવતું હોવાનું પણ રહીશો જણાવી રહ્યા છે. સ્થાનિકોના વિરોધને લઈને UGVCLના સત્તાધીશો દ્વારા સ્માર્ટ મીટરથી બીલ વધુ આવતુ હોવાને ગેરમાન્યતા ગણાવી સાથે હાલમાં પોસ્ટ પેઈડ બીલ આવશે તેવુ પણ જણાવવામાં આવ્યુ છે, પરંતુ આ મીટર યથાવત રહેશે.
આ પણ વાંચો અમદાવાદ રિવરફ્રન્ટ પર આવેલો છે બાયોડાયવર્સિટી પાર્ક, લુપ્ત થતા વૃક્ષોનું થાય છે જતન, જુઓ Photos