Narmada : પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ ચાલુ,15 વર્ષના કિશોરનો મળ્યો મૃતદેહ, જુઓ Video

|

May 15, 2024 | 1:37 PM

નર્મદા નદીમાં નાહવા પડેલા 7 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 6 કિમી દૂર પુલ પાસેથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે. જ્યારે અન્ય 6 લોકોની શોધખોળ શરૂ છે. NDRFની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. નર્મદા નદીમાં નહાવા ગયેલા બાળકો અને કિશોરો સહિત સાત લોકો ડૂબ્યાં હતા.

હાલ વેકેશનનો માહોલ છે. જેથી લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે. કેટલાક લોકો પરિવાર સાથે રજાની મજા માણવા જાય છે.પરંતુ પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ગમે તે સ્થળે ફરવા જાઓ, ત્યારે તમારી સાવચેતીનું ધ્યાન રાખવાનું ભૂલતા નહીં. નર્મદા નદીમાં નાહવા પડેલા 7 લોકો ડૂબી ગયા છે. 6 કિમી દૂર પુલ પાસેથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે.

ભાવેશ હડિયા નામના 15 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો છે. અન્ય 6 લોકોની શોધખોળ શરૂ છે. NDRFની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. નર્મદા નદીમાં નહાવા ગયેલા બાળકો અને કિશોરો સહિત સાત લોકો ડૂબ્યાં હતા.

તો બીજી તરફ નદીમાં ખનન માફિયાઓ ખનન કરતા હોવાથી નદીમાં મસમોટા ખાડા પડી ગયા છે અને લોકો નાહવા પડતા ખાડામાં ગરકાવ થઇ જતા હોવાની ઘટનાઓ સામે આવી છે. તો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જો નદી પાસે સેફ્ટી સાંકળ અથવા લાઇફ જેકેટ હોત તો આવી ઘટનાઓ ન બની હોત,ત્યારે સ્થાનિકો પોઇચા નર્મદા નદી પાસે સેફ્ટી રાખવાની માગ કરી રહ્યા છે. માગ તો નદીમાં મગર હોવાથી અત્યારે શોધખોળમાં વિક્ષેપ આવી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video