કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરનારા 7 ગુજરાતી મુક્ત થશે, ભારતીયોને રવાના કરવાની પ્રક્રિયા શરૂ

|

Jan 29, 2022 | 9:59 AM

અમેરિકાના કસ્ટમ અને બોર્ડર વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે કેનેડાની સરહદેથી અમેરિકામાં ઘૂસણખોરી કરનારા 7 ગુજરાતી નાગરિકોને મુક્ત કરીને સ્વદેશ મોકલાશે.

કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration) કરનારા 7 ગુજરાતી નાગરિકોને (Gujarati citizens) ભારત રવાના કરાશે. અમેરિકાના કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગે ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા સાતેય ભારતીયોને રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા અમેરિકન નાગરિક સ્ટીવ શેન્ડ પર માનવ તસ્કરીનો કેસ ચાલશે.

અમેરિકાના કસ્ટમ અને બોર્ડર વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે કેનેડાની સરહદેથી અમેરિકામાં ઘૂસણખોરી કરનારા 7 ગુજરાતી નાગરિકોને મુક્ત કરીને સ્વદેશ મોકલાશે. આ ગુજરાતી નાગરિકોમાંથી 5 લોકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે, કેનેડાની સરહદેથી અમેરિકામાં એ આશાએ ઘૂસણખોરી કરી હતી કે ત્યાંથી કોઈ તેમને લઈ જશે. બે ગુજરાતી નાગરિકોને અમેરિકન નાગરિક સ્ટીવ શેન્ડ તેના ટ્રકમાં લઈ જતો હતો એ વખતે પકડાયો હતો.

મહત્વનું છે કે તાજેતરમાં જ ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી મોત થવાની ઘટના બની છે. જેને કારણે માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. સમગ્ર કેસમાં કેનેડા પોલીસે ચારેય મૃતકોની ઓળખ કરી લીધી છે. કેનેડા પોલીસે જાહેરાત કરી છે કે- 39 વર્ષના જગદીશકુમાર પટેલ, 37 વર્ષના વૈશાલી પટેલ, 11 વર્ષની વિહાંગી પટેલ અને 3 વર્ષના ધાર્મિક પટેલનું મૃત્યું થયું છે. કેનેડાના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરતાં કહ્યું કે ઠંડીમાં થીજી જવાના કારણે ચારેય લોકોનાં મૃત્યું થયા છે.

અમેરિકા જવાની લ્હાયમાં ચાર જિંદગી ઠંડીમાં થીજી ગઈ હતી. ચારેય લોકો વિઝિટર વિઝા પર કાયદેસર રીતે 12 તારીખે કેનેડા પહોંચ્યા હતા. અને 18 તારીખે કેનેડા-અમેરિકા બોર્ડર પર પહોંચ્યા હતા. તેમને બોર્ડર સુધી કોણે પહોંચાડ્યા તેની તપાસ ચાલી રહી છે. જે તપાસ દરમિયાન અન્ય લોકોને પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂષાડાયા હોવાનું ખુલ્યુ છે.

આ પણ વાંચો-

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા

આ પણ વાંચો-

કચ્છ : અદાણી મુન્દ્રા પોર્ટ પર ભારતનું અત્યાર સુધીનું સૌથી વિશાળ કન્ટેનર જહાજ લંગરાયુ

Published On - 9:59 am, Sat, 29 January 22

Next Video