અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયુ રજૂ, અનેક મહત્વના કરાયા સુધારા- વીડિયો
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) નું ડ્રાફિટ બજેટ રજૂ કરાયુ છે. આ વખતે બજેટમાં અનેક મહત્વના સુધારા કરાયા છે. જેમાં ડીઝલથી ચાલતી બસ નાબૂદ થશે. CNG અને ઈ-બસ હવે ડીઝલ બસનું સ્થાન લેશે. આ સાથે દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન છે.
અમદાવાદના આધાર સમાન સેવા એટલે સિટી બસ સેવા..અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે..આ બજેટમાં મહત્વના સુધારણા કરાયા છે. અમદાવાદમાં હવે ડિઝલથી ચાલતી બસ નાબૂદ થશે અને તેનું સ્થાન લેશે સીએનજી અને ઈ-બસ. વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે.
ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં 74 કરોડનો વધારો કરાયો છે. મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં 895 બસ ખાનગી ઓપરેટરની તો અન્ય બસ AMTS માલિકીની હશે. વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર AC બસ પણ કાર્યરત કરાશે. ઉપરાંત મેમનગર, અખબારનગર અને RTO ખાતે ત્રણ નવા મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ વિકસીત કરાશે. તેમજ 300 નવા બસ શેલ્ટર બનાવવાનું પણ આયોજન છે.
