ગુજરાતના 6 ગામડાઓને આદર્શ ગામ બનાવવામાં આવશે : અમિત શાહ

|

Apr 10, 2022 | 11:23 PM

કેન્દ્રીય સહકાર મંત્રી (AMIT SHAH) અમિત શાહે જણાવ્યું કે આત્મનિર્ભર ગામની રચના તથા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગુજરાતના 6 ગામડાઓને આદર્શ ગામ બનાવવામાં આવશે.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ( Amit Shah) દ્વારા આદર્શ સહકારી ગામ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાવળા(Bavla)  ખાતે કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક તથા નાબાર્ડના સહયોગથી આદર્શ સહકારી ગામ(Co Operative Village)  યોજનાનો શુભારંભ કરાયો હતો.આ સાથે મોડલ કો-ઓપરેટીવ વિલેજના વિકાસ માટે કામ કરાશે. તેમજ તમામ સુવિધાઓ સહકારી માળખા મારફત પૂરી પાડવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમિત શાહે કેન્દ્રના તમામ સહયોગની પણ ખાતરી આપી હતી.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે આત્મનિર્ભર ગામની રચના તથા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગુજરાતના 6 ગામડાઓને આદર્શ ગામ બનાવવામાં આવશે. જેમાં અમદાવાદ જિલ્લાના આદરોડા અને રેથલ, ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા અને મોટી આદરજ, રાજકોટ જિલ્લાના કોલીથડ અને પંચમહાલ જિલ્લાનું પીપેરો ગામ પસંદ કરવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું, દૂધના ક્ષેત્રમાં કોઈ સમસ્યા નથી. પરંતુ દૂધ ઉત્પાદનની કિંમતમાં ભાવ ઘટાડવા પડશે અને દૂધના ભાવ ઘટાડવા પર ભાર મુકવો પડશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. જે અન્વયે અમિત શાહે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો :Sabarkantha : હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ પોલીસ કાર્યવાહી, આરોપીઓની શોધખોળ શરૂ કરી

આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે યુએસ રાષ્ટ્રપતિ બાઈડન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર થશે વાતચીત

 

Next Video