Sabarkantha : હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ પોલીસ કાર્યવાહી, આરોપીઓની શોધખોળ શરૂ કરી

સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.ઘટના બની હતી છાપરિયા વિસ્તારમાં. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢી હતી.આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રામાં સામેલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:19 PM

સાબરકાંઠાના હિંમતનગરમાં(Himatnagar)  રામનવમીના (Ramnavami) નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર ઉપદ્રવીઓએ પથ્થરમારો(Stone Pelting)  કરવાની ઘટના બાદ પોલીસે આ કેસમાં સડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરીને તેમની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ સમગ્ર દેશમાં આસ્થાના પર્વ રામનવમીની ઉજવણી કરવામાં આવી છે..તો બીજી તરફ આ આસ્થાના ઉત્સવ વચ્ચે કેટલીક જગ્યાએ અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.ઘટના બની હતી છાપરિયા વિસ્તારમાં. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢી હતી.આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રામાં સામેલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. આ બંને જૂથ આમને-સામને આવીને પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી.તોફાની ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ..તો દુકાનો અને વાહનોમાં આગચંપી કરી હતી.આ અથડામણમાં પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

શોભાયાત્રામાં વિક્ષેપ કરીને યાત્રા અટકાવવાનો પ્રયાસ કરાયો

બીજી તરફ બનાવની જાણ થતાં હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.રેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસના 150થી વધુ સેલ છોડ્યા હતા.પોલીસનો આટલો સઘન બંદોબસ્ત હોવા છતા સામસામે પથ્થરમારાની ઘટના ઘટી હતી…મળતી માહિતી પ્રમાણે આ પથ્થરમારો આયોજનબદ્ધ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા છાપરિયા વિસ્તારમાં પહોંચતા અચાનક પથ્થરમારો થયો હતો.શોભાયાત્રામાં વિક્ષેપ કરીને યાત્રા અટકાવવાનો પ્રયાસ કરાયો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.તણાવપૂર્ણ સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે..તો સમગ્ર મામલે જિલ્લા પોલીસવડાએ કહ્યું, હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

ખંભાતમાં  જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ

આણંદ જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેની બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો :  Gujarat આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડાની આગાહી, ગરમીથી મળશે રાહત

આ પણ વાંચો : Anand : ખંભાતમા રામનવમીની શોભાયાત્રાના ડીજે પર પથ્થરમારો કરાયો, જુથ અથડામણમાં એકનું મોત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">