OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 6 કેસ નોંધાયા, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 કેસ

|

Dec 25, 2021 | 11:18 PM

OMICRON IN GUJARAT : રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત 10 લોકો ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં ઓમિક્રોનથી એકપણ મોત થયું નથી.

GANDHINAGAR : ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 6 કેસ નોંધાયા છે.રાજ્યમાં ઓમિક્રોનના કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં 1, ખેડા જિલ્લામાં 3 અને અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 કેસ નોંધાયા છે.

ખેડા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોમાં વધારો થતાં જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. આજે નોંધાયેલા ત્રણેય કેસ એક જ પરિવારના છે. નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં યુકેથી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ઓમિક્રોન પોઝિટિવ આવ્યાં છે. આ ત્રણેય દર્દીઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં એમિક્રોન સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાયા છે.

તો રાજકોટમાં યુકેથી પરત ફરનાર 22 વર્ષિય મહિલા ઓમિક્રોન સંક્રમિત છે.અમદાવાદમાં શહેરમાં 50 અને 28 વર્ષીય બે મહિલાઓ ઓમિક્રોનથી સંક્રમિત છે.રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત 10 લોકો ડિસ્ચાર્જ થયા છે.તો હજુ સુધી વડોદરા, આણંદ, જામનગર, મહેસાણા, સુરત, ગાંધીનગરમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે.રાજ્યમાં ઓમિક્રોનથી એકપણ મોત થયું નથી.

રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોન કેસનો કુલ આંકડો રાજ્યમાં 49 પર પહોંચ્યો છે જેમાં સૌથી વધુ 17 કેસ વડોદરામાં સામે આવ્યા છે અમદાવાદમાં 11, ખેડામાં 6, આણંદ 4, જામનગર 3 અને મહેસાણા 3, સુરત 2, રાજકોટ 2 અને ગાંધીનગર ઓમિક્રૉનનો 1 કેસ નોંધાયો છે. તો વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર પણ સતર્ક જોવા મળી રહી છે.કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર પ્રકિયા કરવામાં આવશે કેન્દ્ર સરકાર કહેશે તો બુસ્ટર ડોઝ આપવા પણ સરકાર તૈયાર છે.સાથે જ હોસ્પિટલ બેડ અને પૂરતી દવાઓના સ્ટોકની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો : PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

આ પણ વાંચો : Covaxin : દેશમાં 12થી 18 વર્ષના બાળકોની રસીની મંજૂરી, DCGIએ કોવેક્સીન રસીને આપી ઇમરજન્સી મંજૂરી

Next Video