Gandhinagar : IAS લાંગા સામેના ભ્રષ્ટાચારના કેસની SITની 6 સભ્યની ટીમ કરશે તપાસ, જુઓ Video

|

May 28, 2023 | 3:57 PM

ગાંધીનગરના પૂર્વ કલેકટર લાંગાના જમીન કૌભાંડ કેસમાં તપાસ માટે 6 સભ્યની SITની રચના કરાઇ છે. SPના વડપણ હેઠળ 6 સભ્યની ટીમ બનાવાઈ છે. મહત્વનુ છે કે ગાંધીનગર SP તરૂણ દુગ્ગલ ટીમનું મોનિટરીંગ કરશે.

Gandhinagar : પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામેના ભ્રષ્ટાચાર કેસની તપાસ માટે SITની રચના કરાઇ છે. ગાંધીનગર SP તરૂણ દુગ્ગલના વડપણ હેઠળ 6 સભ્યોની ટીમ બનાવાઈ છે. કેસની સંપૂર્ણ તપાસ હેડક્વાર્ટર DYSP અમી પટેલને સોંપાઇ છે. તથા ગાંધીનગર પોલીસના 4 PI પણ આ ટીમમાં સભ્ય તરીકે કાર્યરત રહેશે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સાથે અન્યની સંડોવણીની છે કે નહીં તે અંગે તપાસ કરાશે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2018-19 દરમિયાન ગાંધીનગરના કલેક્ટર તરીકે એસ.કે. લાંગાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ દાખલ થઇ છે. ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત કલેકટર લાંગા ઉપરાંત તત્કાલીન ચીટનીસ અને RAC સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બનાસકાંઠામા અંબાના ચરણોમાં બાબા બાગેશ્વરે શીશ ઝૂકાવ્યું , જુઓ Video

લાંગાએ તેની નિવૃત્તિ બાદ પણ બેક ડેટમાં નિર્ણયો લીધા. તેમના પર પેથાપુરની 30431 ચો.મી. સરકારી જગ્યા ખાનગી ઠેરવી હતી. લાંગાએ બાવળા પાસે ભાગીદારીમાં રાઈસ મિલ શરૂ કરી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે.લાંગાએ બોપલ-શેલામાં સ્કાઇ સિટીમાં બંગલો અને 4 દુકાન તેમજ સાણંદમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાના પણ પુરાવાઓ મળ્યા છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video