કચ્છ વીડિયો : કેશવાન ઉઠાંતરીમાં બે કર્મચારીઓની સંડોવણીનો ખુલાસો, 6 આરોપીની ધરપકડ
ગાંધીધામ પોલીસે કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ઝડપ્યા છે.આ મામલે ગાંધીધામ પોલીસની તપાસમાં ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં બે કર્મચારીઓએ લૂંટનો પ્લાન કર્યો હતો.
કચ્છમાં કરોડો ભરેલી કેશવાન લૂંટવાના નિષ્ફળ પ્રયાસના કેસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ગાંધીધામ પોલીસે કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ઝડપ્યા છે.આ મામલે ગાંધીધામ પોલીસની તપાસમાં ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં બે કર્મચારીઓએ લૂંટનો પ્લાન કર્યો હતો. કચ્છમાં 2.13 કરોડ ભરેલી કેશવાન લૂંટીને આરોપી ફરાર થયો હતો. આરોપીઓને પીછો કરતા આરોપી કેશવાન મૂકીને ભાગી છુટ્યા હતા. પોલીસે આરોપીઓની કિલોમીટરો સુધી ચોર – પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
બીજી તરફ આ અગાઉ કેશોદમાં આંગડિયા પેઢીના વેપારી સાથે 13 લાખની લૂંટ થઈ હતી.શહેરની વચ્ચોવચ્ચ આવેલા જલારામ મંદિર નજીક જ આંગડિયા પેઢીના વેપારી પાસેથી 13 ભરેલો થેલો લઈ લૂંટારૂ ટુવ્હીલર પર ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની વિગત મુજબ સસરા અને વહુ બાઈક પર રૂપિયા લઈ ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન જલારામ મંદિર નજીક વેપારીના ઘર પાસે જ આ લૂંટની ઘટના બની હતી.
