દાહોદ (Dahod) સ્માર્ટ સીટી અંતર્ગત દબાણો દૂર કરાવાની કામગીરી હાથ ધરાઇ છે. નગરપાલિકા ચોક અને પડાવ બજાર સહિતના વિસ્તારોમાં 500થી વધુ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. સ્થાનિકોનો આરોપ છે કે માત્ર નોટિસ આપી પણ ક્યારે દબાણો દૂર કરાશે તેની કોઇ જાણ કરાઇ ન હતી. તો બીજી તરફ અધિકારીનો દાવો છે કે દબાણો દૂર કરવા અંગે સ્થાનિકોને નોટિસ અપાઇ હતી. તેમનો સામાન દૂર કરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે દબાણ કામગીરી સમયે મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા અને ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરાઇ હતી. કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અગાઉ વેપારીઓએ દબાણો દૂર કરતા પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી હતી.અગાઉ ગોધરા રોડ, દેસાઈ વાડ અને ગોદીરોડના કાચા પાકા દબાણો તોડી પડાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…