Kutch : કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકીમાં પડી જતા 5 શ્રમિકના મોત, જુઓ Video

|

Oct 16, 2024 | 5:12 PM

ગુજરાતના કંડલામાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. કંડાલા ખાતે આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકીમાં પડી જવાથી 5 લોકોના મોત થયા છે.

ગુજરાતના કંડલામાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. કંડાલા ખાતે આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકીમાં પડી જવાથી 5 લોકોના મોત થયા છે. દૂષિત પાણીમાં ઝેરી અસર થતા સુપરવાઈઝર સહિત 5 લોકોના મોત થતા કંપનીના આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સેફટીના અભાવે 5 માસૂમ લોકોએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાની જાણ કંડલા પોલીસને થતા ફેકટરી ઇન્સ્પેકટર સહિતના લોકોની તપાસ શરૂ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતમાં ટાંકાની સાફ સફાઈ કરતા સમયે અથવા તો ગેસ ગળતરના કારણે કેટલાક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.

કડીના જાસલપુરમાં ભેખડ ધસતા 9 શ્રમિકના થયા હતા મોત

બીજી તરફ 2 – 3 દિવસ પહેલા જ મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 9 લોકોના મોત થયા હતા. પોલીસે કોન્ટ્રાક્ટર, લેબર કોન્ટ્રાક્ટર, એન્જિનિયરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

Next Video