ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

|

Mar 29, 2024 | 3:00 PM

રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. હજૂ આગામી કેટલાક દિવસો ગરમીનો ત્રાસ વધશે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ ગરમી કહેર મચાવશે, ત્યારે સૌરાષ્ટ્રથી લઇને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત સુધીમાં લોકો ગરમીથી ત્રાહીમામ્ પોકારી ગયા છે. રાજકોટમાં 48 કલાકમાં 44 લોકોમાં હીટવેવની અસર જોવા મળી છે.

ગુજરાતમાં સવારની સાથે ગરમીનો પારો ઉંચે જતો રહે છે અને રાત્ર સુધી ગરમીનો કહેર રહે છે. રાજ્યમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઉપર જશે. અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી પહોંચ્યુ છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે.તો ગાંધીનગર અને ખેડામાં 39 ડિગ્રી, રાજકોટમાં પણ 39 ડિગ્રી તાપમાન છે.

આ પણ વાંચો- Rajkot: IBના ઈનપુટ બાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારવામાં આવી, જુઓ Video

કચ્છ અને ડીસામાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી છે. રાજકોટમાં 48 કલાકમાં 44 લોકોને હીટવેવની અસર થઇ છે. રાજ્યમાં સૌથી વધુ ગરમ રાતને લઈને ચેતવણી અપાઈ છે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી છે. ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ ગરમીની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video