ગીરસોમનાથ: તમિલનાડુના જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ- જુઓ વીડિયો

ગીરસોમનાથ: તમિલનાડુના જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 01, 2023 | 7:24 PM

ગીરસોમનાથ: તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તોએ સોમનાથ તીર્થ અને સોમનાથના પૌરાણિક મંદિરોની સફાઈ કરી. આ સંસ્થા દેશભરના પૌરાણિક મંદિરોમાં જઈ સાફ સફાઈ કરે છે. આ વખતે તેમણે પ્રાચી તીર્થના પૌરાણિક મંદિરોની સફાઈમાં તેમનું અમૂલ્ય યોગદાન આપ્યુ.

ગીરસોમનાથ: તમિલનાડુથી આવેલા જગતગુરુ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સફાઈ કરી. આ ભાવિકોએ સંધ્યા સમયે ત્રિવેણી સંગમની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. આરતી સમયે હજારો દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

તમિલનાડુની જગતગુરૂ સેવા સંસ્થા દેશભરના પૌરાણિક મંદિરોમાં જઇને સફાઇ કરે છે અને તેના માટે દર માસે યાત્રા યોજે છે. આ વખતે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રાચી તીર્થના પૌરાણિક મંદિરોની સફાઇ કરી હતી. આ ભક્તોએ અગાઉ વૃંદાવન, ગોકુળ અને મથુરા સહિતના અનેક મંદિરોમાં પણ સફાઇ કરી છે. સોમનાથ આવેલા તમિલનાડુના ભક્તોએ દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટની કામગીરીને પણ બિરદાવી.

આ પણ વાંચો : નશીલા સિરપને લઈને રાજ્યભરમાં દરોડા, રાજકોટ પોલીસે વિવિધ સ્થળોએ હાથ ધર્યુ ચેકિંગ- જુઓ વીડિયો

સેવા સંસ્થાએ સોમનાથના તમામ પૌરાણિક મંદિરોની કરી સફાઈ

જગતગુરૂ સેવા સંસ્થાએ સરકાર પાસેથી મંજૂરી મેળવી અને સોમનાથમાં આવેલા તમામ પૌરાણિક મંદિરોની સફાઇ કરી. મંદિરનું પરિસર હોય કે પછી ભગવાનની મૂર્તિ, શિવલિંગ સહિત આરતીના સામાન સહિત મંદિરની અંદર અને બહાર તમામ જગ્યાએથી સ્વચ્છ બનાવ્યું. આ ભક્તોએ સોમનાથ ટ્રસ્ટના સહયોગની સરાહના કરતા વંદનીય ગણાવ્યો.

તમિલનાડુથી આવેલા આ ભાવિકો માટે રહેવા, જમવા સહિતની સારી સુવિધાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ તેમણે સરકારને વિનંતિ કરી કે દેશભરના પૌરાણિક મંદિરોનો જીર્ણોધ્ધાર કરવામાં આવે. ગુજરાત સહિત તમિલનાડુમાં પણ મંદિરોનું નવીનીકરણ થાય તેવી માગ કરી.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો