Surat: જુવેનાઇલ રિમાન્ડ હોમમાં કોરોનાની એન્ટ્રી, એક કિશોર અને ત્રણ કર્મચારીઓ સંક્રમિત

| Edited By: | Updated on: Jan 28, 2022 | 8:37 PM

રિમાન્ડ હોમમાં ચાર પોઝિટિવ કેસ આવતા અન્ય 18 લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 14 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો જેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે લોકોને અલગ રુમમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.

ગુજરાત(Gujarat)માં કોરોના(Corona)ની ત્રીજી લહેર ચાલી રહી છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સુરત(Surat) શહેરમાં હવે રિમાન્ડ હોમમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે.

સુરત જુવેનાઇલ રિમાન્ડ હોમમાં પણ કોરોના કેસ નોંધાયા છે. એક કિશોર અને જુવેનાઇલ હોમના ત્રણ કર્મચારીઓ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે જુવેનાઇલ હોમને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશમના ધન્વંતરી રથ દ્વારા જુવેનાઇલ રિમાન્ડ હોમમાં તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતા રિમાન્ડ હોમમાં પણ કોરોના સંક્રમણ ફેલાયાનું સામે આવ્યુ છે.

સુરત રિમાન્ડ હોમમાં ચાર પોઝિટિવ કેસ આવતા અન્ય 18 લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 14 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો જેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે લોકોને અલગ રુમમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી છે. સુરત શહેરમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આમ છતા કોરોનાના એક્ટિવ કેસમાં તો વધારો થઇ જ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને કારણે રાજ્યમાં થતા મૃત્યુ આંક પણ ચિંતા વધારનારા છે. 27 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના નવા 12,911 કેસ નોંધાયા છે. જોકે કોરોનાના કારણે મૃત્યુઆંક (Death) થોડી ચિંતા વધારી રહ્યો છે. આજે કોરોનાને કારણે 22 દર્દીના મોતના સમાચાર છે.

રાજયમાં આજે કોરોનાના કુલ 23,911 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો રાજયમાં હાલ કોરોનાના એકટીવ કેસની સંખ્યા 11,7884 છે. તો કોરોનાના 304 દર્દી વેન્ટીલેટર પર છે. જોકે, કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો ચિંતાની બાબત બની ગઇ છે. અમદાવાદ શહેરમાં સાત લોકોનાં મૃત્યુ થયા. તો વડોદરામાં બે લોકોનાં મોત થયા. રાજકોટ શહેરમાં ત્રણ લોકો અને સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે.

 

આ પણ વાંચો

Ahmedabad :અમેરિકા- કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા કુટુંબના પરિજનોની ધારાસભ્ય અરવિંદ પટેલે મુલાકાત લીધી, સાંત્વના પાઠવી

આ પણ વાંચો-

Rajkot: સિટી બસના ડ્રાઈવરની દાદાગીરી આવી સામે, જાહેરમાં વૃદ્ધને માર માર્યો, જુઓ વીડિયો