Accident: બનાસકાંઠાના અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Jul 01, 2023 | 9:12 AM

અમીરગઢથી પાલનપુર જઈ રહેલી ઈકો કાર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોના પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

Banaskantha: બનાસકાંઠાના અમીરગઢમાં (Amirgadh) ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ચેખલા ગામ પાસે બનેલી આ અકસ્માતની ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે. અમીરગઢથી પાલનપુર જઈ રહેલી ઈકો કાર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોના પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

આ પણ વાંચો બનાસકાંઠાના કાંકરેજમાં થરા નેશનલ હાઇવે પર અકસ્માત, ત્રણના મોત, જુઓ Video

અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો. જ્યારે ટ્રકને પણ નુક્સાન થયું હતું. ઘટના બાદ ગભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પણ સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનામાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 01, 2023 09:12 AM