ગુજરાતમાં કોરોના (Corona)ના કેસમાં તીવ્ર ગતિથી વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં નવા 4 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે પહેલા કરતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન (Micro Containment Zone)ની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. બે દિવસ પહેલા સુધી અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 177 હતી. એક દિવસ પહેલા કેટલાક વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 157 થઈ હતી. હવે વધુ 14 વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેથી અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા હવે 147 થઈ છે.
મહત્વનું છે કે ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 10150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3264 નવા કેસ, જ્યારે સુરતમાં 2464 નવા કોરોના કેસ નોંધાયા છે.. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 63,610 પર પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ