Breaking News: ધોરાજીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત,4 લોકોના મોત,જુઓ Video

| Edited By: | Updated on: May 06, 2025 | 10:28 AM

ગુજરાતમાં અવારનવાર અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે આજે ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર કાર પલટી જતા 4 લોકોના મોત નિપજ્યાં છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે આજે ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર કાર પલટી જતા 4 લોકોના મોત નિપજ્યાં છે. ધોરાજીથી સુપેડી જતા માર્ગમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અન્ય બે લોકોને પણ ગંભીર ઈજા પહોંચી છે. જો કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ધોરાજી બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ભરુચમાં સર્જાયો અકસ્માત

બીજી તરફ આ અગાઉ ભરૂચના અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં GRD જવાનનું મોત થયું હતુ જ્યારે એક મહિલાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાજપીપળા ચોકડી નજીક ટ્રકે બાઇકને ટકકર મારતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો