કોરોના નિયમોનું ઉલંઘન કરતા લોકોની ખેર નથી:  AMCએ બે દિવસમાં માસ્ક વગરના આટલા લોકોને ફટકાર્યો દંડ

કોરોના નિયમોનું ઉલંઘન કરતા લોકોની ખેર નથી: AMCએ બે દિવસમાં માસ્ક વગરના આટલા લોકોને ફટકાર્યો દંડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:48 AM

વધતા જતા સંક્રમણ વચ્ચે હવે અમદાવાદમાં તંત્ર કડક પગલા લઇ રહ્યું છે. 2 દિવસમાં AMC એ 396 લોકો કે જે માસ્ક વગર ફરતા હતા તેમને દંડ ફટકાર્યો છે.

Corona in Ahmedabad: રાજ્યભર અને દેશમાં હવે કોરોનાના (Corona) કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ ગુજરાતના મોટાભાગના કેસ અમદાવાદમાં (Ahmedabad) નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો માસ્કના નિયમોનું પણ ઉલંઘન કરતા જોવા મળતા હોય છે. તો બીજી તરફ લોકોની વધતી બેદરકારી સામે AMC એ લાલ આંખ કરી છે. છેલ્લા બે દિવસમાં માસ્ક (Mask fine) વગર ફરતા 396 લોકોને AMCએ દંડ ફટકાર્યો છે. AMC ની 150થી વધુ ટીમો દરરોજ મોલ, ખાણી-પીણી અને જાહેર સ્થળો પર ચેકિંગ કરી રહી છે.

તો અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ મુદ્દે AMC કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં AMCના હોદ્દેદારો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરમાં હાલમાં 2221 જેટલા કેસો નોંધાયેલા છે. જેમાં માત્ર 67 જ હોસ્પિટલમાં દાખલ છે બાકીના 2123 લોકો હોમ આઇસોલેશનમાં છે.

બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા હવે પોલીસ લોકોને રસી લેવા અપીલ કરશે. લોકો ઝડપથી રસી લે તે માટે રસીકરણ બુથ પર પોલીસ લાઉડ સ્પીકરથી લોકોને અપીલ કરશે. શહેરના પૂર્વ વિસ્તારમાં રસીકરણ ખૂબ ધીમા વેગે થઇ રહ્યું છે, જેને લઇને પોલીસ હવે AMCના પ્રયાસોમાં મદદ કરશે. પોલીસ અને AMCએ મેગા ડ્રાઇવ શરૂ કરી છે. મહત્વનું છે કે, પૂર્વ વિસ્તારમાં 30થી વધુ જગ્યા પર રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે 4500 રૂપિયા, જાણો કઈ રીતે મળશે લાભ

આ પણ વાંચો: BHARUCH : માનવતા મરી પરવારી, મદદના અભાવે મુકબધીર પુત્ર માતાનો મૃતદેહ પાટિયા ઉપર ઘસડતો સ્મશાન સુધી પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">