Gujarati video : રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડા, 33 ટીમ કાર્યવાહીમાં જોડાઈ

Gujarati video : રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડા, 33 ટીમ કાર્યવાહીમાં જોડાઈ

| Edited By: | Updated on: Jun 06, 2023 | 1:17 PM

અલગ અલગ 33 ટીમ દરોડાની કાર્યવાહીમાં જોડાઈ છે. ગઈકાલે વિવિધ 99 કનેક્શનમાંથી PGVCLની ટીમે 28 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ત્યારે હજુ પણ વધુ વીજચોરી ઝડપાવાની શક્યતા છે.

Rajkot : રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડાના (raid) પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. માધાપર, બેડીનાકા, સૈનિક સોસાયટી, ભોલેનાથ સોસાયટી નવરંગપરા, પોપટપરા, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં PGVCLએ દરોડા પાડયા હતા. રાજકૃતિ એપાર્ટમેન્ટ, એક્ઝાનનગર, સખીયાનગર, વાંકાનેર સોસાયટી, બજરંગવાડી, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહીથી વીજ ચોરોમાં (Electricity thieves) ભયનો માહોલ જોવા મળ્યો. અલગ અલગ 33 ટીમ દરોડાની કાર્યવાહીમાં જોડાઈ છે. ગઈકાલે વિવિધ 99 કનેક્શનમાંથી PGVCLની ટીમે 28 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ત્યારે હજુ પણ વધુ વીજચોરી ઝડપાવાની શક્યતા છે.

આ પણ વાંચો- Gujarati Video : નર્મદા નદીમાં કાર ફસાઈ, ભરતી આવતા તણાતી કારણે સ્થાનિકોએ બહાર કાઢી

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો