ગુજરાતમાં ત્રણ વાગે સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 33 ટકા મતદાન, વલસાડમાં મતદારોમાં ઉત્સાહ

|

Dec 19, 2021 | 3:19 PM

ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનને લઇને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ મતદાન કર્યું હતું.

જેમાં જીતુભાઈ ચૌધરીએ પોતાના ગામ કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં મતદાન કર્યું હતું. જેમાં ગામના વિકાસ અને લોકશાહીને મજબુત કરવા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી જીતુ ચૌધરીએ અપીલ કરી હતી.

જ્યારે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં બપોરે 2 વાગે સુધીમાં સરેરાશ 29 ટકા જેટલું મતદાન નોંધાયું હતું તેમજ લોકોમાં બપોર બાદ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં 302 ગ્રામ પંચાયતમા સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં 24 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. વલસાડ તાલુકાની 5 સમરસ ગ્રામપંચાયત, કપરાડા તાલુકાની 7 સમરસ ગ્રામપંચાયત, ધરમપુર તાલુકાની 6 સમરસ ગ્રામપંચાયત, પારડી તાલુકાની 4 સમરસ ગ્રામપંચાયત અને વાપી અને ઉમરગામ તાલુકાની એક એક ગ્રામપંચાયત સમરસ થઈ છે. 302 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 815 ઉમેદવાર, સભ્યો માટે 5,200 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લામાં કુલ 955 મથદાન મથકોએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ  વાંચો : અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત

આ પણ વાંચો : અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી! લંડનથી દુબઇનો પ્રવાસ કરીને આવેલા આણંદના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ

Published On - 3:14 pm, Sun, 19 December 21

Next Video