Sabarkantha Rain : વિજયનગરમાં ભારે વરસાદ, સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા, ગ્રામજનોએ 25 વિદ્યાર્થીનું કર્યું રેસ્કયુ, જુઓ Video

Sabarkantha Rain : વિજયનગરમાં ભારે વરસાદ, સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા, ગ્રામજનોએ 25 વિદ્યાર્થીનું કર્યું રેસ્કયુ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 30, 2025 | 1:16 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં વરસાદને લઈને હરણાવ નદી અને બૂસી વડલી નદી બે કાંઠે વહેવા લાગી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં વરસાદને લઈને હરણાવ નદી અને બૂસી વડલી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. મળતી માહિતી અનુસાર પાણીના પ્રવાહમાં 25 જેટલા શાળાના બાળકો ફસાયા હતા. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગ્રામજનોએ 25થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું છે.

આ અગાઉ વિજયનગરના સરસવ ગામે હરણાવ નદીના પૂરે તબાહી સર્જી હતી. વીજપોલ, પાણી સપ્લાયની વ્યવસ્થા, શાળા અને આરોગ્ય કેન્દ્રની દીવાલ ધોવાઈ ગઈ હતી. સરસવ ગામે હરણાવ નદીના ધસમસતા પ્રવાહ લોકો ઘરમાં પણ ઘૂસ્યા હતા. સરપંચ સહિત નવ સ્થાનિકોને પણ ઘરમાં ફસાઈ જતાં રેસ્ક્યૂ કરાયા હતા. સ્થાનિક યુવાનોની ટીમોએ રેસ્ક્યુ કર્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો