Ahmedabad: બીયુ પરમિશન વગરના એકમો પર કાર્યવાહી, જાણો કયા વિસ્તારમાં કેટલા એકમ સીલ કરાયા

|

Jan 16, 2022 | 11:07 AM

એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ પરમિશન વગર ચાલતી આવી અનેક મિલકતોને પૈસાના જોરે ચાલવા દેતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

અમદાવાદ (Ahmedabad)માં મહાનગરપાલિકાના તંત્રએ બીયુ પરમિશન (BU Permission)વગરના એકમો પર તંત્રે તવાઇ બોલાવવાનું શરુ કર્યુ છે. અમદાવાદમાં બીયુ પરમિશન વગરના 16 કોમર્શિયલ (Commercial)અને 8 રહેણાંક એકમો સીલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની અંદર આવેલી કેટલીક બિલ્ડિંગો બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર ઊભી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે આવા એકમો પર કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.

અમદાવાદમાં થલતેજ અને ગોતા વોર્ડમાં ફાયર સેફટીને અડચણરૂપ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. નવરંગપુરા, વસ્ત્રાલ, વટવા અને લાંભા વોર્ડમાં પણ કોમર્શિયલ શેડને દૂર કરવામાં આવ્યા છે. પાર્શ્વનાથ નગર, ચાંદખેડામાં, બોપલમાં બીઆરટીએસ રોડ ઉપર 15 કોમર્શિયલ અને ફતેહવાડી કેનાલ વિસ્તારમાં ૮ રહેણાંક યુનિટ સીલ કરાયા હતા. અત્યાર સુધીમાં બી.યુ.વગરના કુલ 1032 યુનિટ મ્યુનિ.એસ્ટેટ વિભાગે સીલ કર્યા છે.

એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ પરમિશન વગર ચાલતી આવી અનેક મિલકતોને પૈસાના જોરે ચાલવા દેતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ હોય છે કે બીયુ પરમિશન વગર આ કોમર્શિયલ કોમ્પલેક્સ કે બિલ્ડિંગનો વપરાશ થઈ રહ્યો છે. છતાં પણ દરેક ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવા કોમર્શિયલ કોમ્પલેક્સને ચાલવા દેતા હોય છે. ત્યારે આવા એકમોને સીલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Bhavnagar: સંક્રમણ ન વધે તે માટે તંત્ર કરાવી રહ્યુ છે કોરોના ગાઇડલાઇનનો કડક અમલ, 40 હજારથી વધુ માસ્કનું વિતરણ પણ કર્યુ

આ પણ વાંચોઃ

Ahmedabad: વાસી ઉત્તરાયણે રિવરફ્રન્ટ પર જોવા મળ્યો આતશબાજીનો અદભુત નજારો, જુઓ તેના દ્રશ્યો

Next Video