સુરત : અડાજણમાં 22 વર્ષીય પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કર્યો આપઘાત, જુઓ વીડિયો

સુરત : અડાજણમાં 22 વર્ષીય પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કર્યો આપઘાત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 30, 2024 | 2:21 PM

રાજ્યમાં ઘણીવાર આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર સુરતમાં આપઘાતની ઘટના બની છે. અડાજણમાં 22 વર્ષીય પરિણીતાએ આત્મહત્યાની કરી હોવાની ઘટના બની છે. પરિણીતાએ તેની 4 વર્ષની દિકરીની નજર સામે આપઘાત કર્યો હતો.

સુરતમાં ફરી એક વાર આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં 22 વર્ષીય પરિણીતાએ આત્મહત્યાની કરી હોવાની ઘટના બની છે. પરિણીતાએ તેની 4 વર્ષની દિકરીની નજર સામે આપઘાત કર્યો હતો. સાસરિયાના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ પરિણિતાની માતાએ કર્યો છે.

તેમજ પરિણીતાના માતાએ પુત્રીના સાસરિયા પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે બે દિવસ પહેલા મારી પુત્રીએ મને ફોન પર સાસરિયા ત્રાસ આપ્યાની વાત કરી હતી. આ સાથે જ તેમને જણાવ્યુ હતુ કે પરિણીતાની સાસુ અને દિયર ખૂબ ત્રાસ આપતા હતા.

ઉધનામાં યુવકે કર્યો હતો આપઘાત

બીજી તરફ આ અગાઉ સુરતના ઉધનામાં ઓમ સાંઇ જલારામ સોસાયટીમાં એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. સોસાયટીના એક ઘરમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો તો યુવતી ફર્શ પર મૃત હાલતમાં પડી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો