રાજકોટવાસીઓની ફિક્કી પડશે ઉંધિયાની રંગત, શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો- વીડિયો

|

Nov 24, 2023 | 12:37 AM

રાજકોટમાં શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. જે શાકભાજી 30 થી 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા તે હાલ 70 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. શિયાળામાં જ લીલોતરી શાકભાજી વધુ આવતા હોય છે ત્યારે ભાવવધારો થતા રાજકોટવાસીઓના ઉંધિયાનો સ્વાદ ફિક્કો પડી શકે છે.

સામાન્ય રીતે શિયાળા દરમિયાન શાકભાજી સસ્તા મળતા હોય છે. લીલોતરી શાકભાજી વધુ આવતા હોવાથી લોકો ઉંધિયાની જ્યાફત માણતા હોય છે. જો કે આ વખતે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. વેપારીઓમના કહેવા મુજબ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. જે ટામેટા 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા તે હવે 70 રૂપિયે કિલોએ પહોંચી ગયા છે. આ સિવાય લીલા વટાણા, ફ્લાવર, ગવાર, ભીંડા, રીંગણા, દૂધી, કારેલા, ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે. આ ભાવ આગામી 15 થી 20 દિવસ સુધી યથાવત રહેશે. શાકભાજીનું ઉત્પાદન પૂરતુ ન થતા તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગીરસોમનાથ: સોમનાથમાં પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ- ફોટો

વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ લંબાયો જેની અસર શાકભાજીના ભાવ પર પડી છે. પાછોતરા વરસાદને કારણે શાકભાજીને નુકસાન થયુ છે. આથી નવુ શાકભાજી આવવામાં હજુ 15 થી 20 દિવસનો સમય લાગી શકે છે. દર વર્ષ કરતા આ વર્ષે 20 થી 30 ટકા શાકભાજી મોંઘુ છે. વેપારીઓનુ સ્પષ્ટ માનવુ છે કે જોઈએ તેવી આવક બજારમાં શાકભાજીની થઈ નથી જેના કારણે ભાવો ઉંચકાયા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

Next Video