Devbhumi Dwarka Video: ખંભાળીયાના નવાનાકા વિસ્તારમાં 2 આખલા બાખડ્યા, ટુ વ્હીલર સહિત અનેક વાહનોને નુકસાન
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા શહેરમાં રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. ખંભાળીયાના નવાનાકા વિસ્તારમાં 2 આખલાઓએ આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આખલાઓ બાખડતા રોડ પર પાર્ક કરેલા ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યુ છે.તો આસપાસના લોકો તેમજ રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દ્વારકા સહિત રાજ્યમાં અવારનવાર રખડતા ઢોર અને રખડતા શ્વનના આતંક જોવા મળતો હોવાથી લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે.
Devbhumi Dwarka : રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે. ત્યાં રાજ્યમાં ફરી એક વાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા શહેરમાં રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. ખંભાળીયાના નવાનાકા વિસ્તારમાં 2 આખલાઓએ આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આખલાઓ બાખડતા રોડ પર પાર્ક કરેલા ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યુ છે.
આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખેડૂતના આપઘાત કેસમાં SITને સોંપાઈ તપાસ, 4 આરોપીની ધરપકડ
તો આસપાસના લોકો તેમજ રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દ્વારકા સહિત રાજ્યમાં અવારનવાર રખડતા ઢોર અને રખડતા શ્વનના આતંક જોવા મળતો હોવાથી લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે. આ સાથે રખડતા ઢોર અને રખડતા શ્વાનના આતંકનો ક્યારે ઉકેલ આવશે તેવા અને પ્રશ્નો લોકોના મનનમાં થઈ રહ્યાં છે. આ સાથે જ પાલિકા તંત્ર રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે.
