Rajkot : વિંછીયામાં મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત કોર્ડીન સીરપની 190 બોટલ ઝડપાઈ, એકની ધરપકડ, જુઓ Video

|

May 08, 2023 | 8:09 AM

રાજકોટના વિંછીયામાં આવેલા દુર્ગેશ મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત કોર્ડીન સીરપ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અને મેડિકલ સ્ટોરને સીલ કરી દેવાયું છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ SOGએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.

રાજકોટના વિંછીયામાં SOG પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો છે. રાજકોટના વિંછીયામાં આવેલા દુર્ગેશ મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત કોર્ડીન સીરપ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અને મેડિકલ સ્ટોરને સીલ કરી દેવાયું છે.

પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ SOGએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન મેડિકલ સ્ટોરમાંથી 190 નંગ કોર્ડીન સીરપની બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી વરતેશ સાકરિયા પાસેથી રૂપિયા 31 હજાર 920નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot : શહેરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો, વધુ 2 લોકોના મોત, જુઓ Video

વેસુમાંથી ઝડપાયો હતો નશાકારક દવાનો જથ્થો

સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર SOGએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. સુરતના વેસુ આગમ ઓર્ચીડ કોમ્પલેક્ષમાં ટ્રેપ ગોઠવી દરોડા પાડ્યા હતા. SOGએ ડમી ગ્રાહકને મોકલી મેડિકલ સ્ટોરના સંચાલકને ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરતા ઝડપી પાડ્યો હતો. મહત્વપૂર્ણ હતુ કે સુરત પોલીસ “નો ડ્રગ્સ ઈન સુરત સિટી” અભિયાન અંતર્ગત ખાસ અભિયાન ચલાવી રહી હતી. આ અભિયાન અંતર્ગત જ SOGએ કાર્યવાહી કરી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video