Vadodara : અલ્કાપુરીમાં આંગડિયા કર્મી સાથે લૂંટનો કેસ, પેઢીથી ઘટનાસ્થળ સુધીના CCTVની કરાઇ તપાસ, જુઓ Video

|

Oct 04, 2023 | 7:41 PM

વડોદરાના અલ્કાપુરીમાં આંગડિયા કર્મી સાથે લૂંટની ઘટના બાદ સયાજીગંજ પોલીસ સાથે કેટલીક એજન્સી તપાસમાં જોતરાઈ છે. આ તપાસમાં ઝોન-11 LCB, ક્રાઇમ બ્રાન્ચ અને PCBની ટીમ સામેલ છે. મહત્વનુ છે કે 16 લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં પેઢીથી ઘટનાસ્થળ સુધીના CCTVની તપાસ કરવામાં આવી રહી છે. લૂંટારૂઓએ નકલી પોલીસ બનીને લૂંટ ચલાવી હતી.

વડોદરાના અલ્કાપુરીમાં HM આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના બની છે. આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલી 16 લાખ રૂપિયાની લૂંટ અંગે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. સયાજીગંજ પોલીસ સાથે ઝોન-11 LCB, ક્રાઇમ બ્રાન્ચ અને pCBની ટીમ પણ તપાસમાં જોડાઇ છે અને આંગડિયા પેઢીથી લઇને લૂંટના સ્થળ સુધીના તમામ CCTVની તપાસ હાથ ધરી છે. તેમજ અલ્કાપુરીના તમામ સેન્ટરથી સયાજીગંજ સુધી તેમજ વિસ્તારના નાકા પર તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Vadodara Video: મેઘાલયમાં ધોધ જોવા જતા ગુજરાતી પ્રવાસી ફસાયા, પોલીસની મદદથી બચાવાયા

ઉલ્લેખનીય છે, અલ્કાપુરી વિસ્તારમાંથી HM આંગડિયા પેઢીનો કર્મી ટુ-વ્હીલર પર 36 લાખ રૂપિયા લઇને જતો હતો. આ દરમ્યાન પેઢીનો કર્મી ભીમનાથ બ્રિજ પાસે પહોંચ્યો ત્યારે નકલી પોલીસ બનીને બાઇક પર બે શખ્સો આવ્યા. બંને શખ્સોએ કર્મચારીને રોક્યો અને બેગ ચેક કરવાના બહાને રૂપિયા 16 લાખ લૂંટીને ફરાર થઇ ગયા. હાલ, પોલીસની વિવિધ એજન્સીઓએ લૂંટારૂઓને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video