Breaking News : એક, બે નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા, સુરતના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો, જુઓ Video

Breaking News : એક, બે નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા, સુરતના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો, જુઓ Video

| Updated on: Oct 14, 2026 | 8:44 AM

સુરતના પાંડેસરા વિસ્તારમાં SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડી 16 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ બોગસ ડોક્ટરો અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને લેબર કોલોનીઓમાં તાવ, મેલેરિયા જેવી બીમારીઓની પ્રેક્ટિસ કરતા હતા.

સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા 16 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 16 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા, જેમની સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓ અગાઉ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર અથવા ડોક્ટરના હેલ્પર તરીકે કામ કરતા હતા. તેમની શૈક્ષણિક લાયકાત મોટે ભાગે બીએસસી, બીએ, અથવા 10મા-12મા ધોરણ પાસ જેટલી જ છે. આ બોગસ ડોક્ટરો બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ પ્રેક્ટિસ કરીને આવ્યા હતા. સુરતમાં તેઓ મુખ્યત્વે લેબર કોલોની અને લેબર વિસ્તારોમાં પોતાની બોગસ પ્રેક્ટિસ ચલાવતા હતા.

આ આરોપીઓ તાવ, મેલેરિયા અને અન્ય સામાન્ય બીમારીઓની સારવાર કરતા હતા. તેઓ એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને સિરપ આપીને લોકોના જીવ જોખમમાં મૂકતા હતા. દરોડા દરમિયાન તેમની પાસેથી મોટી માત્રામાં એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે.

SOG દ્વારા આવા બોગસ ડોક્ટરો પર સતત વોચ રાખીને આ મોટી સફળતા મેળવવામાં આવી છે, જે લોકોના આરોગ્યના હિતમાં મહત્વપૂર્ણ પગલું છે.

મોટા સપનાં, દૃઢ નિર્ધાર અને સામાન્ય ભારતીયોને પ્રગતિમાં ભાગીદાર બનાવવાનું વિઝન

Published on: Oct 14, 2026 08:44 AM
Follow Us
Loading...
Unable to load recommendations.