Breaking News : પંચમહાલમાં વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી, 12 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

Breaking News : પંચમહાલમાં વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી, 12 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: May 06, 2025 | 3:12 PM

પંચમહાલમાં વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના બની છે. વૃક્ષો ધરાશાયીની ઘટનામાં એક કિશોર સહિત કુલ 12 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે પંચમહાલમાં વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના બની છે. વૃક્ષો ધરાશાયીની ઘટનામાં એક કિશોર સહિત કુલ 12 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

ગોધરાના થાણાગર્જન, સામલી, બેટિયા ગામમાં વૃક્ષો ધરાશાયી થયા છે. કાલોલના બોરું ગામે વૃક્ષો ધરાશાયી થતા કુલ 12 લોકો ઈજાગ્રસ્ત છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 લોકોને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે.

ગુજરાતમાં માવઠાથી 14 લોકોના મોત

બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદથી રાજ્યમાં 24 કલાકમાં 13 લોકોના મોત નિપજ્યાં છે. ત્રણ લોકોના મોત વીજળી પડવાથી થયા છે. ચાર લોકોના મોત વૃક્ષ પડવાથી મોત થયા છે. મકાનના ભાગ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. હોર્ડિંગ્સ પડવાથી બેના મોત થયા છે. જ્યારે 2 લોકોના કરન્ટ લાગવાથી જીવ ગુમાવ્યો છે. જો છેલ્લા 48 કલાકમાં કુલ 14ના મોત થયા છે. જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માવઠાથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં 26 પશુઓના મોત થયા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો