Breaking News : દાહોદમાં ટ્રક અને મિની લક્ઝરી બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જુઓ Video

| Edited By: | Updated on: May 28, 2025 | 1:58 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદમાં ટ્રક અને મિની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદમાં ટ્રક અને મિની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખંભાતથી ઓમકારેશ્વર થઈ અયોધ્યા જતા ભક્તોને અકસ્માત નડ્યો હતો. દાહોદ નજીક રામપુરા હાઈવે પર આ અકસ્માત થયો હતો. આગળ જતી ટ્રકને મિની લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ સુરતના બારડોલીમાં ફરી રફ્તારનો કહેર સામે આવ્યો છે. ટેમ્પોએ મોપેડ સવાર બે મહિલાને અડફેટે લીધી છે. બે દિવસ પૂર્વે ધામરોડ રોડ પર અકસ્માત સર્જાયો હતો. બંને મહિલાને ઈજા પહોંચી છે.  સ્પીડ બ્રેકરના અભાવે વાહનચાલકો બેફામ વાહન ચલાવતા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો