Banaskantha Video: વડગામ તાલુકાના ખાનગી રિસોર્ટ પર 11 શખ્સોએ કર્યો હુમલો, 5 આરોપીની કરી ધરપકડ

| Edited By: | Updated on: Aug 22, 2023 | 12:41 PM

બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલી એક ખાનગી રિસોર્ટ પર 11 ઈસમોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી છાપી પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે.

Banaskantha : બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલી એક ખાનગી રિસોર્ટ પર 11 ઈસમોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી છાપી પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો છે. તેમજ ઈસમોએ રિસોર્ટ પર પિસ્તોલ, તલવાર અને ધારીયા વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Banaskantha: મીઠાવી ચારણ ગામે તીડ આવ્યા હોવાનો ખેડૂતોનો દાવો, તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી, જૂઓ Video

હિંમતનગરના વ્યક્તિએ જમીન ખરીદવા બાબતે ઈસમોએ હુમલો કર્યો હતો. બહારનો વ્યક્તિ તાલુકામાં કેમ ખરીદે તેમ કહી હુમલો કર્યો હતો. છાપી પોલીસે રિવોલ્વર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે ગઈકાલે નાવીસણા ખાતે ખાનગી રિસોર્ટમાં હુમલાની ઘટના બની હતી.

તો બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. લિસ્ટેડ બુટલેગરને પકડવા જતા પોલીસકર્મીઓ પર હુમલો થયો હતો.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us